કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
દેખ લોગ હરિકી સગાઈ, માય ધરૈ પૂત ધિય સંગ જાઈ - ૧
સાસુ નનંદ મિલિ અદલ ચલાઈ, માદરિયા ગ્રિહ બૈઠી જાઈ - ૨
હમ બહનોઈ રામ મોર સારા, હમહિ બાપ હરિ પૂત હમારા - ૩
કહંહિ કબીર ઈ હરિ કે બૂતા, રામ રમે તૈં કુકરિકે પૂતા - ૪
સમજૂતી
હે લોકો, તમે હરિના સંબંધો તો જોઈને વિચારો ! માતા પુત્ર સાથે ને પિતા પુત્રી સાથે સંબંધ બાંધે તે શું યોગ્ય ગણાય ? - ૧
માયા રૂપી સાસુ ને અવિદ્યા રૂપી નણંદ મનરૂપી મદારી સાથે બેસીને આખા ઘર પર પોતાનું શાસન ચલાવે છે. - ૨
(અવતારી રામ ને અવિદ્યા માયામાંથી પેદા થયા તેથી તે ભાઈબહેન-અવિદ્યાના વિવાહ જીવ સાથે થયો તેથી જીવ રામનો બનેવી ગણાય ને રામ તેનો સાળો ગણાય)
હું રામનો તો બનેવી છું ને રામ મારો સાળો છે. (હરિ ભક્તોનિ ઈચ્છાથી પ્રગટતા હોવાથી ભક્તો હરિના બાપ કહેવાય ને હરિ ભક્તોનો પુત્ર ગણાય) અને ભક્તો હરિના બાપ છીએ ને હરિ અમારો પુત્ર છે !  - ૩
કબીર કહે છે કે આ બધા સંબંધો હરિની માયાના કરતૂત છે તેથી જે આત્મસ્વરૂપ સાથે સંબંધ બાંધે છે તેને માયાના કરતૂતો કૂતરીના બચ્ચા જેવા તુચ્છ લાગે છે ! - ૪
 
																										
				
Add comment