કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
અબ હમ ભૈલિ બહુરિ જલમીના, પુરબ જન્મ તપકા મદ કીન્હા  - ૧
તહિયા મૈં અછલૌં મન વૈરાગી, તજલૌં કુટુમ રામલાગી  - ૨
તજલૌં કાસી મતિ ભઈ ભોરી, પ્રાણનાથ કહુ કા ગતિ મોરી  - ૩
હમહિ કુસેવક તુમહિ અયાના, દુઈ મંહ દોષ કાહિ ભગવાના  - ૪
હમ ચલિ અઈલી તુમરે સરના, કતહું ન દેખો હરિકે ચરના  - ૫
હમ ચલિ અઈલુ તુમરે પાસા, દાસ કબીર ભલ કૈલ નિરાસા  - ૬
સમજૂતી
પૂર્વ જન્મમાં મેં તપશ્ચર્યાનું અભિમાન કરેલું તેથી આ જન્મમાં ફરીથી પાણીની માછલી પાણી વિના તડપે તેમ હે પ્રભુ, તારા વિના મારે તડપવું પડે છે. - ૧
હે પ્રાણનાથ ! મારી ભોળી બુદ્ધિએ જ્ઞાનરૂપી કાશી નગરીનો ત્યાગ કરી દીધો તેથી હવે મારું શું થશે ? - ૨
એ વખતે મારું મન વૈરાગી હતું તેથી રામની લગનીમાં મેં કુટુંબ કબીલાનો પરિત્યાગ કર્યો હતો. - ૩
હે પ્રભુ, હું તમારો દુષ્ટ સેવક ગણાઉં કે તમે મારી સેવાથી અજાણ્યા છો ? આપણા બેમાં કોણ દોષિત કહેવાય ? - ૪
મારી ભોળી બુદ્ધિ તો મને તમારા શરણમાં લઈ આવી છે પરંતુ તમારાં ચરણનાં કોઈ ચિન્હો મને હજી સુધી દેખાયા નથી ! - ૫
હું તમારી પાસે એ રીતે ચાલ્યો આવ્યું છું પણ તમે મને બિલકુલ નિરાશ કરી રહ્યા છો ! - ૬
 
																										
				
Add comment