કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
લોગ બોલૈ દુરિ ગયે કબીર, યા મતિ કોઈ કોઈ જાનેગા ધીર - ૧
દસરથ સુત તિહું લોકહિ જાના, રામનામ કા મરમ હૈ આના - ૨
જેહિ જીવ જાનિ પરા જસ લેખા, રજુકા કહૈ ઉરગ સમ પેખા - ૩
જદપિ ફળ ઉત્તિમ ગુન જાના, હરિ છોડિ મન મુક્તિ ઉનમાના - ૪
હરિ અધાર જલ મીનહિ નીરા, અવર જતન કછુ કહૈ કબીરા - ૫
સમજૂતી
દૂન્યવિ લોકો તો કહ્યા કરે છે કે કબીર તો દૂર ચાલ્યા ગયા પણ કોઈ ધીર પુરુષ જ મારું રહસ્ય સમજી શકશે ! - ૧
દશરથના પુત્રને ભગવાન તરીકે લોકોએ પૂજ્યા પણ રામનામના તત્વનો મર્મ તો એથી જુદો જ છે ! - ૨
દોરડાને દોરડું ન કહેતાં સર્પ છે એવી ભ્રાંતિ થવાને કારણે જે જીવને જેવી સમજ પડે તેવું તે બોલ્યા કરે છે ! - ૩
તેમ છતાં ઉત્તમ ગુણવાળા દશરથના પુત્ર રામમાં શ્રદ્ધા રાખી ઉપાસના કરનારને કદાચ ઉત્તમ ફળ મળતાં હશે પણ આત્મા રૂપી નિર્ગુણ હરિને છોડી મુક્તિની જે કલ્પના કરવામાં આવે છે તે બરાબર નથી. - ૪
પાણીમાં સુખી માછલીને જેમ પાણી આધારસ્વરૂપ છે તેમ જીવને આત્મારૂપી હરિ આધારસ્વરૂપ કહેવાય તેથી કબીર નિર્ગુણ ભક્તિના જેવું કંઈ બીજું જ મોક્ષનું સાધન બતાવી રહ્યા છે ! - ૫
 
																										
				
Add comment