કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
હૈ કોઈ ગુરુ જ્ઞાની જગતમેં, ઉલટિ બેદ બૂઝૈ
પાનમેં પાવક બરૈ, અંધહિ આંખિ ન સૂઝૈ !  - ૧
ગાઈ તો નાહર ખાયો, હારિન ખાયો ચિતા
કાગ લગર ફાંદિકે, બટેર બાજ જીતા  - ૨
મૂસે તો મંજારિ ખાયો, સ્યાર ખાયો સ્વાના
આદિ કો ઉદેસ જાને, તાસુ બેસ બાના  - ૩
એકહી દાદુલ ખાયો, પાંચહું ભુવંગા
કહંહિ કબીર પુકારિકૈ, હૈ દોઉ એક સંગા  - ૪
સમજૂતી
જગતમાં એવો કોઈ જ્ઞાની ગુરુ છે ખરો કે જે ઉલટા જ્ઞાનને સમજે ? (આત્મા રૂપી) પાણીમાં (કામના રૂપી) અગ્નિ સળગી રહ્યો છે પણ આંખ આંધળી હોવાથી દેખાતો નથી (અર્થાત્ વિવેક જ્ઞાન વિના દેખાતો નથી) - ૧
(માયા રૂપી) ગાયે (જીવ રૂપી) સિંહને ખાધો તેમજ (તૃષ્ણા રૂપી) હરણે (સંતોષ રૂપી) વાઘને ખાધો. (અવિવેક રૂપી) કાગડાએ (વિવેક રૂપી) શિકારીં જાલ પક્ષીને પોતાના પંજામાં પકડી લીધો અને (અજ્ઞાન રૂપી) બટેર પક્ષીએ (જ્ઞાન રૂપી) બાજને જીતી લીધો. - ૨
(ભય રૂપી) ઉંદરે (નિર્ભય રૂપી) બિલાડીને ખાય લીધી તેમજ (મન રૂપી) શિયાળે (દુર્ગુણો રૂપી) કૂતરાને ખાય લીધો. જે સૌના આદિ તત્વના રહસ્યને જાણે છે તે જ્ઞાનીનો વેષ ધારણ કરવું ઠીક કહેવાય. - ૩
એક જ (ભ્રમ રૂપી) દેડકાઓ પાંચ (જ્ઞાનેન્દ્રિયો રૂપી) સાપને ગળી લીધો ! કબીર કહે છે કે આ પરસ્પર વિરોધી તત્વો તો અંતઃકરણમાં એક સાથે જ રહે છે ! - ૪
ટિપ્પણી
આ અવળવાણીના પદમાં રૂપકયોજના પણ છે ને પ્રતિકોને ઉપયોગ પણ છે. જેમ જેમ વિચાર કરતાં જઈશું તેમતેમ પ્રતીકો મહત્વનાં બની જતાં જણાય છે ને રૂપક ગૌણ થતું જાય છે.
પ્રત્યેક માનવના શરીરમાં દૈવી ને આસુરી સંપત્તિનો સાથે જ વાસ છે. બંને વચ્ચે રાતદિન સંઘર્ષ ચાલ્યા જ કરે છે. આ સંઘર્ષમાંથી તે જ સફળતાપૂર્વક પાર ઉતરી શકે છે કે જે મૂળના ઉદ્દેશને જાણી જાય છે. મૂળના ઉદ્દેશને એટલે માનવ જન્મના ઉદ્દેશને. દુઃખમાંથી નિવૃત્તિ મેળવવી અથવા તો મુક્તિ એ માનવના જન્મનો ઉદ્દેશ છે. આ ઉદ્દેશીને જાણવું એટલે પોતાના સ્વરૂપને ઓળખવું અથવા આત્મસાક્ષાત્કાર કરવો.
 
																										
				
Add comment