કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
હંસા તૂ સુબરન બરન, કા બરનૌ મૈં તોહિ
તરિવર પાય પહેલિ હો, તબ સરાહૌં તોહિ
સુબરન=સુવર્ણ સમાન, બરનૌ=વર્ણન, સરાહૌં=પ્રશંસા, હંસા=વિવેકી જીવ, તરિવર=વૃક્ષ
હે વિવેકી જીવ, તું સુવર્ણ સમાન શુદ્ધ વર્ણવાળો છે. તું સ્વયંપ્રકાશી છે. તારું તો શું વર્ણન કરું ? તું આ દેહરૂપી વૃક્ષમાં આવ્યો છે તો તું જ્યારે જ્ઞાનથી હાર્યો ભર્યો થશે ત્યારે જ હું તારી પ્રશંસા કરીશ.
Add comment