કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
હંસા સરબર તજિ ચલે, દેહી પરિગૌ સૂન !
કહઁહિ કબિર પુકારિ કે, તેહિ દર તેહિ થૂન !
હે જીવ ! જ્યારે આત્મા શરીરરૂપી સરોવર છોડીને ચાલ્યો જાય છે ત્યારે આ દેહ સૂમસામ જડ બની જાય છે. પરંતુ કબીર કહે છે કે તે આત્મા તો ફરીથી તેવું જ શરીર ધારણ કરીને આ જગતમાં પાછો આવે છે. જે રીતે ઢોરને બાંધવાનો એક ખીલો એક દરમાંથી બીજા દરમાં નાંખવામાં આવે છે તેવી રીતે એક જ આત્માને બીજા શરીરમાં પ્રવેશવું પડે છે.
નોંધ : દર એટલે ખાડો. ગામડામાં ઢોરને બાંધવા માટે ખીલા રોપવામાં આવે છે. ત્યારે જે ખાડો ખોદવામાં આવે છે તેને દર કહેવામાં આવે છે. આત્મા શરીરને બદલે છે. એક શરીરમાંથી બીજામાં પ્રવેશ પામે છે તે ક્રિયાને કબીર સાહેબે ગામઠી પરિભાષામાં સુદંર રીતે સમજાવી દીધી છે. પશુપાલન કરનારને આવી ઉપમા સૂઝે.
Add comment