કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
હૃદયા ભીતર આરસી, મુખ દેખા નહીં જાય
મુખ તો તબહી દેખિ હો, દિલકી દુબિધા જાય !
હૃદય રૂપી આરસીમાં આત્માનું મુખ દેખાતું નથી. મુખ તો ત્યારે જ દેખાય છે કે જ્યારે હૃદય રૂપી આરસી પર શંકા-કુશંકા રૂપી ધૂળ ન જામી હોય!
નોંધ : આરસીમાં એટલે કે દર્પણમાં મોઢું જોવું હોય તો આરસી સાફ રાખવી પડે ને આંખ પણ બરાબર રાખવી પડે. હૃદયમાં આત્મા બુદ્ધિથી જોઈ શકાય છે. હૃદય દ્વિધાઓથી, શંકા કુશંકાઓથી અશુદ્ધ હોય તો બુદ્ધિ આત્માનું દર્શન ન કરી શકે. તે જ રીતે બુદ્ધિ પણ દોષિત હોય તો આત્માનું દર્શન થતું નથી. આત્માનું દર્શન કરવા માટે હૃદય પણ સ્વચ્છ, પવિત્ર રાખવું જરૂરી છે ને બુદ્ધિ પણ શુદ્ધ રાખવી જરૂરી છે. આરસીના દષ્ટાંતથી કબીર સાહેબ આપણને બંને વસ્તુનો બોધ આપે છે.
Add comment