કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
કબીર કા ઘર શિખર પર, જહાઁ ૧સિલહલી ૨ગૈલ
પાંવ ન ૩ટિકૈ પિપીલિકા, ૪ખલકન લાદે ૫બૈલ !
૧=ચીકણો ૨=માર્ગ ૩=કીડી ૪=સંસારી લોક ૫=બળદ
જ્ઞાની (કબીર) પુરૂષોનું સ્થાન તો સર્વોચ્ચ ગણાય છે. ત્યાં જવાનો માર્ગ તો અતિશય ચીકણો છે. ત્યાં તો કીડીનો પગ પણ ઠરી શકે નહીં એવું સ્થાન છે. ત્યાં જવા માટે સંસારી લોકો અભિમાન રૂપી બળદ પર પાર્થિવ ધન લાદીને જવાને માંગે છે, તે કેવી રીતે બની શકશે ?
નોંધ : અભિમાન રહિત અવસ્થા પર જ્ઞાની પુરૂષોનું સ્થાન છે. તેવા જ્ઞાની પુરૂષોનું શરણું લેવાથી આત્માનું કલ્યાણ થાય છે. આપણે સંસારીઓ તો ‘હું કરું’ ‘હું કરું’ એવું કહીએ છીએ ને સમૃદ્ધિ એકત્ર કરીને બડાઈ મારીએ છીએ. આપણે જ્ઞાની પુરૂષોના ઉર્ધ્વ સ્થાન પર કેવી રીતે પહોંચી શકીએ ? માટે આ જન્મમાં તો તેવા જ્ઞાનીઓનો સહારો મેળવવા જ ભાગ્યશાળી થવાની જરૂર છે.
Add comment