કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
ચંદન સરપ લપેટિયા, ચંદન કાહ કરાય ?
રોમ રોમ વિષ ભીનિયા, અમૃત કહાઁ સમાય ?
ઝેરની ગરમીથી વ્યાકુળ બનેલો સાપ ચંદન વૃક્ષના થડ સાથે લપેટાઈ જાય તો પણ ચંદન વૃક્ષ શું કરી શકે ? સાપના રોમ રોમમાં ઝેર વ્યાપીને રહેલું હોય ત્યાં અમૃત કેવી રીતે રહી શકે ?
નોંધ : એક વાસણમાં પાણી ભર્યું હોય ને તેમાં દૂધ ભરવું હોય તો તે વાસણમાંથી પ્રથમ તો પાણી ખાલી કરવું પડશે. તે રીતે રોમ રોમમાં સર્પની મારક ઝેર ભરીને અમૃત ભરી શકાતું નથી. પ્રથમ ઝેર ખાલી કરવું જ પડે. ચંદન પોતે શીતળ છે. છતાં સાપને તેની શીતળતાની અસર થતી નથી. તે રીતે સદગુરૂના વચનોની અસર આપણા ઉપર થતી નથી.
Add comment