Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

ચલતે ચલતે પગુ થકા, નગર રાહ નૌ કોસ !
બીચહિંમેં ડેરા પરા, કહહુ કવનકા દોસ ?

એ રીતે ચાલતા ચાલતા પગ પણ થાકી જાય છતાં જે સ્થાનમાં પહોંચવાનું હોય તે સ્થાન તો કાયમને માટે નવ  ગાવ દૂર જ રહી જાય છે. વચમાં જ મુકામ થઈ જાય છે. મૃત્યુનો સમય આવી જાય છે, કહો તેમાં કોનો વાંક ?

નોંધ :  પરમાત્માનો પરિચય ન થાય ત્યાં સુધીની તમામ મહેનત વૃથા છે. કર્મ, ભક્તિ ને જ્ઞાન તે વિના વાંઝણા છે. ખોટી મહેનત કરવામાં જ જીવન પૂર્ણ થઈ જાય છે. પરમાત્માનું ધામ દૂર જ રહી જાય છે. તેમાં નક્કી કરેલો આદર્શ અપૂર્ણ રહી જાય છે. તેમાં ખરેખર કોનો વાંક ?  પરમાત્માનો વાંક તો કેવી રીતે નીકળે ? મહેનત કરનારનો જ વાંક ને ?  ખોટી મહેનત શા માટે કરી ?  ગુરૂ ચીંધ્યા માર્ગે કેમ ગયો નહીં ?

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,386
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,674
pdf-2અનંત સૂર | Anant Soor 9,380
pdf-3Amar Varso | અમર વારસો 7,524
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,287