Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

ઝાલિ પરે દિન આથયે, અંતર રહ ગઇ સાંજ
બહુત રસિક કે લાગતે, વેસ્યા રહી ગઇ વાંઝ !

એવા સાધકની અંતિમ ઘડીઓ આવી જાય છે ત્યારે અંતરમાં સાંજ છવાઇ જાય છે. અનેક રસિક લોકોની સાથે સંભોગ કર્યા છતાં વેશ્યા વાંઝણી જ રહી જાય છે તેમ તેવા સાધકનું જીવન વૃથા વ્યતીત થાય છે.

નોંધ :  કબીર સાહેબ વૃથા મહેનત કરનારને ધ્યાનમાં રાખીને આ સાખીમાં વેશ્યાનો સુંદર દાખલો આપે છે. જેના અંતરમાં પરમાત્મા નથી પણ માત્ર મનોકામના જ છે તેવા સાધકો  વૃથા મહેનત કરી કરીને થાકી જાય છે. પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે સકામ ભક્તિનો આશરો લે છે. અનેક દેવદેવીઓનું શરણું લઇ જુવે છે. છતાં તેમની મહેનત સફળ થતી નથી.