Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

મન કહે કબ જાઈએ, ચિત્ત કહે કબ જાંવ
છૌ માસ કે હિંડતે, આધ કોસ પર ગાંવ !

જ્યારે મન આતુરતાપૂર્વક વિચાર કરે છે કે ક્યારે પરમાત્માના પ્રદેશમાં પહોંચી જાઉં. ત્યારે તેવા પરમાત્માની લગની વાળા ચિત્ત વડે જો સાધના કરવામાં આવે તો માત્ર છ માસમાં જ તેને પરમાત્માની અનુભૂતિ થવા લાગે છે. તે દશામાં તેને પરમાત્મા તદ્દન નજીક જ હોવાનો અનુભવ થાય છે.

નોંધ :  આ કબીર સાહેબના અનુભવનું વચન કહેવાય વળી તેમણે સાધકોને ખાત્રી પણ આપી કહેવાય કે જો નિષ્ઠાપૂર્વક સાધનાની મહેનત કરવામાં આવે તો અવશ્ય પરમાત્માની ઝાંખી માત્ર ટૂંકા ગાળામાં જ થવા લાગે છે. કબીર સાહેબે સાધક માટે પ્રેમભક્તિની સાથે સાથે ધ્યાન યોગની કેડી કંડારી આપી છે.

આ સાખીમાં 'હિંડત' ક્રિયાપદ ગુજરાતી ભાષાનું સ્મરણ કરાવે છે. કબીર સાહેબની ગુજરાત યાત્રા એવા શબ્દોના ઉપયોગથી સિદ્ધ થાય છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,386
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,674
pdf-2અનંત સૂર | Anant Soor 9,380
pdf-3Amar Varso | અમર વારસો 7,524
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,287