કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
કબીરા શબ્દ શરીર મેં, બિન ગુન બાજે તાંત
બાહર ભીતર રમી રહા, તાતેં છૂટી ભ્રાંત
કબીર કહે છે કે શબ્દ-બ્રહ્મ આ શરીરમાં જ રહીને નિર્ગુણ હોવા છતાં વીણાના તારની માફક વાગી રહ્યો છે (મતલબ કે સગુણ થઈ રહ્યો છે) જે શબ્દ-બ્રહ્મ શરીરની બહાર સચરાચરમાં વ્યાપીને રમી રહ્યો છે તે જ શબ્દ-બ્રહ્મ શરીરની અંદર પણ રહ્યો છે. આ પ્રકારની પ્રતીતિ થવાથી તમામ ભ્રાંતિઓ ભાંગી ગઈ છે.
Add comment