કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
સંસારી સમય વિચારી, કા ગિરિહી કા જોગ
અવસર મારે જાત હૈ, ચેતુ બિરાને લોગ
ગૃહસ્થી હોય કે યોગી સન્યાસી હોય પરંતુ સંસારમાં રહેવાવાળા સૌ કોઈ માણસે પોતાના કિંમતી સમયનો વિચાર કરી લેવો જ જોઇએ. સૌ કોઇનો કિંમતી સમય ખોટી રીતે વ્યય થઈ રહ્યો છે. માટે હે સંસારના લોકો તમને આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે તો ચેતી જાવ.
 
																										
				
Add comment