કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
ચારિ માસ ૧ઘન બરસિયા, અતિ અપૂર્વ ૨સર ૩નીર
પહિરે ૪જડતર બખતરી, ચુભૈ ન એકૌ તીર !
૧ = વાદળ (મેઘ) ૨=તળાવ ૩=પાણી ૪=જડતા રૂપી બખ્તર
મેઘરાજા તો ચારે માસ પોતાની કૃપા વરસાવે છે અને તળાવ નદી વિગેરે જળથી છલકાઈ જાય છે. તે જ પ્રમાણે ગુરૂ પણ જ્ઞાન રૂપી વરસાદ હમેશાં વરસાવ્યા જ કરે છે પરંતુ જે જીવે જડતા રૂપી બખ્તર પહેર્યું છે તે તો કોરો જ રહી જાય છે ! ગુરૂના શબ્દ રૂપી બાણ બખ્તરને ભેદી શકતાં નથી. મતલબ કે તે જીવને ઉપદેશની જરા પણ અસર થતી નથી.
 
																										
				
Add comment