કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
આછે દિન પાછે ગયે, ગુરૂ સે કિયા ન હેત
અબ પસ્તાવા ક્યા કરે, ચિડિયાં ચુગ ગઈ ખેત !
જીવનનો સર્વોત્તમ સમય તો વીતી ગયો છતાં ગુરૂ સાથે પ્રેમપૂર્વકનો સંબંધ તો બાંધ્યો જ નહીં. હવે તો આખું ખેતર ચકલાંઓએ સાફ કરી નાંખ્યું ત્યારે પસ્તાવો કરવાનો અર્થ શો ?
નોંધ : જીવન રૂપી ખેતર અથવા મનુષ્ય દેહ રૂપી ખેતર મહેનત કરીને હર્યું ભર્યું બનાવ્યું તો ખરું પણ મન પર સંયમ સ્થાપિત ન કર્યો ને તેથી ગુરૂના ઉપદેશની અવગણના થઈ ગઈ ને મૃત્યુ સામે આવીને ઊભું રહ્યું ત્યારે પસ્તાવો કરવાથી શું વળે ?
 
																										
				
Add comment