કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
બાની તો પાની ભરૈ, ચારોં વેદ મજૂર
કરની તો ગારા કરૈ, સાહેબ કા ઘર દૂર
વાણી તો પાણી ભરે ને ચાર વેદો તો મજૂર સમાન બની જાય તેમ જ કરવામાં આવતો ક્રિયાકાંડ તો લીર્પણ જેટલું સ્થાન ધરાવે તો પણ પરમાત્માનું ધામ તો દૂર જ રહી જાય છે.
નોંધ : વાણી એટલે ભાષા. ભાષા પર પભુતત્વ હોય તો સારું ભાષણ કરી શકાય; સારાં સારાં ભજનો ગાઈ શકાય; કે બધાંને આકર્ષી શકે એવી શૈલીથી કથા કરી શકાય. પરંતુ પરમાત્માની પ્રાપ્તિ માટે એટલું પૂરતુ ન ગણાય. ભાષાનું પ્રભુત્વ ગમે તેટલું હોય પણ તેનું મૂલ્ય તો પાણી ભરવાવાળી મજૂરણ જેટલું જ ગણાય. કારણ કે પરમાત્મા સાથે પ્રેમસંબંધ બાંધેલો નથી હોતો. તે દશામાં ચારે વેદ મોઢે હોય તેવી વ્યક્તિનું પણ મૂલ્ય શું ? મજૂરનું જે મૂલ્ય આપણે આંકીએ છીએ જેટલું જ મૂલ્ય ચાર વેદના જ્ઞાનનું પરમાત્માની સાથે પ્રેમ સંબંધ જોડ્યા વિના કરવામાં આવતો ક્રિયાકાંડ પણ નકામો જ છે. તેનું મૂલ્ય ઘરમાં કાદવ ને છાણ મિશ્ર કરી લીંપણ કરવામાં આવે તેટલું જ ! કબીર સાહેબ પરમાત્મા સાથેના પ્રેમ સંબંધનો મહિમા ગાય છે. પરમાત્મા સાથેના પ્રેમ સંબંધનું મૂલ્ય ભાષાની પંડિતાઈ, ચારે વેદનું જ્ઞાન કે ઉત્તમ પ્રકારના ક્રિયાકાંડ કરતાં અનેક ગણું છે આ સાખીમાં “એકૈ અક્ષર” ને બદલે “અઢાઈ અક્ષર” પાઠ મળે છે. પ્રેમ શબ્દ અઢી અક્ષરનો બનેલો છે તેથી અઢાઈ અક્ષર. પાઠ ગમે તે હો પણ પ્રેમ શબ્દનું મહત્વ આ સાખીમાં કબીર સાહેબે ગાયું છે. પ્રેમ હોય તો જ ત્યાગની ભાવના જાગે ! સર્વસ્વ ત્યાગી દેનાર જ પરમાત્માની સાથે સંબંધ બાંધી શકે.
Add comment