કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઇ પ્ર. પટેલ (પરમાર્થી)
પ્રકાશક : શ્રી રામકબીર ભક્ત સમાજ, અમેરિકા
ડીસેમ્બર ૧૯૮૭
સાખી શબ્દના અર્થ અંગે કબીર સાહેબ એકદમ સ્પષ્ટ છે. એમ તો સાખી શબ્દ કાવ્યશાસ્ત્રનો શબ્દ ગણાય. કાવ્યશાસ્ત્રના એક છંદનું નામ સાખી છે પરંતુ કબીર સાહેબે સાખી-છંદનો ઉપયોગ કર્યો નથી. સાખી શબ્દ તેમણે વિશિષ્ટ અર્થમાં પ્રયોજ્યો છે. સાખીનું મૂળ સંસ્કૃત શબ્દ સાક્ષીમાં રહેલું છે. સાક્ષીનું અપભ્રંશ રૂપ તે સાખી. જેણે પોતાની સગી આંખે ઘટના બનતી જોઈ હોય તે સાક્ષી તરીકે કોર્ટમાં માન્ય ગણાય છે. હિન્દી સાહિત્યમાં તો બનેલી ઘટના વર્ણનને પણ સાક્ષી કહેવામાં આવે છે. બંને પ્રકારના અર્થધ્વનિ સાખી શબ્દમાં રહેલા છે. કબીર સાહેબે પરમતત્ત્વનો સાક્ષાત અનુભવ કર્યો હતો તેથી તેમણે તે અંગેનું વર્ણન, કેટલીક ઉપયોગી માહિતી ને તે અંગેનું સમ્યક માર્ગદર્શન સાખીઓમાં ખુબ જ સહજ રીતે રજુ કર્યું છે.
નોંધ: આ પુસ્તકની PDF ફાઇલ ડાઉનલોડ વિભાગમાં મળશે.